ઉત્તર પ્રદેશના ગોંડામાં ભાજપના નેતાના કાફલાની બેકાબૂ ફોર્ચ્યુનરે બાઇકને ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં બાઇક સવાર બે યુવકોના મોત થઈ ગયા, જ્યારે અન્ય બે રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જે ફોર્ચ્યુનર કારથી અકસ્માત થયો તે કૈસરગંજ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ સિંહના કાફલામાં સામેલ હતી. કાર પર પોલીસ એસ્કોર્ટ લખેલું છે.
આ અકસ્માત ઉત્તર પ્રદેશના ગોંડામાં કૈસરગંજ લોકસભા સીટના બીજેપી ઉમેદવાર અને વર્તમાન ભાજપ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહના કાફલામાં સામેલ પોલીસ એસ્કોર્ટ લખેલી ફોર્ચ્યુનર ગાડી અનિયંત્રિત થઈ ગઈ. મોટી સંખ્યામાં પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને યુવકોના મૃતદેહોને કબજે લેવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કરણ ભૂષણના કાફલાની કાર સાથે અકસ્માત થયો હતો. તે સમયે કરણ કાફલામાં હાજર હતો કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. કરણ ભૂષણનું નામ ફરિયાદમાં નથી. ફરિયાદના આધારે કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ફોર્ચ્યુનર કાર અને તેના ચાલકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફોર્સ સ્થળ પર હાજર છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય છે. અકસ્માત બાદ કારમાં સવાર તમામ લોકો ભાગી ગયા હતા. આ ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો. રોષે ભરાયેલા લોકો સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચી ગયા. ઘટનાસ્થળે ભારે પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો :-