Saturday, Sep 13, 2025

સુરતમાં આપ પાર્ટીના બે કોર્પોરેટર વિરુદ્ધ લાંચની ફરિયાદ, ACBમાં ફરિયાદ નોંધાઈ

2 Min Read

સુરત મહાનગરપાલિકાના પુણા ગામ વોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટીકરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે આરોપ લગાવ્યો છે કે કોર્પોરેટરે તેમની પાસેથી ૧૦ લાખ રૂપિયા લીધા છે. આ અંગે એન્ટી કોર્પોરેશન બ્યૂરોમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોર્પોરેટર ઉપરાંત એક અધિકારી અને કર્મચારી પર પણ આરોપ લગાવાયો છે.

સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે દસ લાખ રૂપિયાની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે. જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરાઇ છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સોંપ્યા હતા. આપના બે કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

નોંધનીય છે કે ડાયમંડ નગરી સુરતમાં ACBએ વધુ એક સપાટો બોલાવ્યો હતો. ઉધના ઝોનની અંદર એસીબીએ ટ્રેપ ગોઠવી SMC ના ક્લાસ ૩ બે કર્મચારીઓ ઝડપી પાડ્યા હતા. જીગ્નેશ પટેલ અને મેહુલ પટેલને રૂપિયા ૩૫,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા હતા. આ બંનેએ મકાનના વેરા બાબતે ભલામણ કરવા બાબતે લાંચ માંગી હતી.

તો બીજી તરફ AAPના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાએ આ લાંચના આરોપોને ફગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પાર્કિંગ માફિયાઓએ ખોટી અરજી કરી છે. નોંધનીય છે કે, AAPના કોર્પોરેટર સામે આ પ્રકારના ગંભીર આરોપથી સુરતમાં રાજકારણ ગરમાયું હતું. ત્યારે જોવાનું રહેશે કે આ મામલે ACBની તપાસ બાદ શું સામે આવે છે.

આ પણ વાંચો :-

Share This Article