દાહોદના કસ્બા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જૂની અદાવતને લઈને પહેલા બોલાચાલી થઈ બાદમાં મામલો હિંસક બન્યો હતો. ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સામે પક્ષે અંધાધૂંધ 5 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું.
આ ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિઓને ગોળી વાગતા ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિત LCB, SOG અને ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે.
બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પોલીસે વિસ્તારને કોર્ડન કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.