બોમ્બે હાઈકોર્ટે એક રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિરુદ્ધ જાણ્યા જોયા વિના મની લોન્ડ્રીંગની તપાસ શરુ કરવા બદલ ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર મંગળવારે એક લાખ રુપિયાનો દંડ લગાવ્યો છે. કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, કેન્દ્રીય એજન્સીને કાયદાની હદમાં રહીને કામ કરવું જોઈએ.
જસ્ટિસ મિલિંદ જાધવની સિંગલ બેન્ચે કહ્યું કે, ‘નાગરિકોનું શોષણ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓને મજબૂત સંદેશ મોકલવાની જરૂર છે. હવે સમય આવી ગયો છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી કેન્દ્રીય એજન્સીઓ કાયદો પોતાના હાથમાં લેવાનું અને નાગરિકોનું શોષણ કરવાનું બંધ કરે.’
પ્રોપર્ટી ખરીદનાર રાકેશ જૈન નામના રિયલ એસ્ટેટ ડેવલપર વિરુદ્ધ નિયમોના ઉલ્લંઘન અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેના આધારે ઈડીએ રાકેશ જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ શરૂ કરી હતી. આ મામલો ઓગસ્ટ 2014નો છે. વિશેષ અદાલતે ઓગસ્ટ 2014માં ED દ્વારા દાખલ કરાયેલી કાર્યવાહી પર નોટિસ જારી કરી હતી. હવે મંગળવારે (21 જાન્યુઆરી) હાઇકોર્ટે આ કેસમાં રાકેશ જૈન વિરુદ્ધ વિશેષ અદાલત દ્વારા જારી કરાયેલી નોટિસને રદ કરી દીધી છે.
આ પણ વાંચો :-