ગોવાથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6208ને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. ફ્લાઈટ અમદાવાદ પહોંચતા ફ્લાઈટમાંથી એક ટીશ્યુ પેપર મળી આવ્યું હતું. જેમાં આ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવી ધમકી ભર્યું લખાણ લખ્યું હતું. આ અંગે એરલાઈન્સ દ્વારા એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવતા CISF અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ફ્લાઈટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ગોવાથી અમદાવાદ આવતી આ ફ્લાઈટને 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. ગોવાથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઈટમાં 140થી વધુ પેસેન્જર્સ બેઠેલા હતા. તમામ પેસેન્જરનું બોર્ડિંગ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ પણ એરપોર્ટ પહોંચી હતી. હાલ તમામ ચેકિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. ફ્લાઈટમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
અમદાવાદ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “મોપા (GOX)થી અમદાવાદ (AMD) આવતી ફ્લાઇટમાં સુરક્ષા ખતરાની નોંધ મળી હતી. એર ક્રાફટ સાંજે 7 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું અને પ્રોટોકોલ મુજબ તેની તપાસ ચાલી રહી છે. આને કારણે એરપોર્ટ પરની કામગીરી પર કોઈ અસર થઈ નથી.