Thursday, Oct 23, 2025

દિલ્હીમાં ફરી બોમ્બ બ્લાસ્ટની ધમકી, 20 શાળાઓને મળ્યો ધમકીભર્યો ઈ-મેલ

1 Min Read

દિલ્હીમાં સતત ચોથા દિવસે 20 શાળાને બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી ભરેલી ઇમેઇલ મળતા હડકંપ મચી ગયો છે. સવારે પહેલા અભિનવ પબ્લિક સ્કૂલ અને પછી પશ્ચિમ વિહારના રિચમોંડ શાળાને ઇમેઇલ મારફતે બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી.

તે પછી રોહિતી સેક્ટર 24માં આવેલા સોવરણ શાળામાં કોલ આવ્યો. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે.

આ પહેલા પણ આવા જ ફોર્મેટમાં ઘણા વખતથી ધમકીભર્યા મેસેજ આવતા રહ્યા છે જેમાં ધમકી આપનારો અનેક સ્કૂલોની ઇમેઇલ આઈ.ડી. પર સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપે છે. અનેક વખત તપાસ પછી જણાયું છે કે આવી ધમકીઓના પાછળ સ્કૂલના જ વિદ્યાર્થીઓ હતા. આજે આવી ઇમેઇલ મળ્યા બાદ પોલીસ તપાસ ચાલુ છે. સોમવારથી આજ સુધી અનેક સ્કૂલોને આવા પ્રકારની ધમકી મળી ચૂકી છે.

Share This Article