Bolo Juban Kesari: In Surat
- સુરતનાં ગોડાઉનમાં વિમલ ગુટખાની ચોરી કરવા આવેલા ત્રણ તસ્કરો ગોડાઉનમાં મુકેલ બોરીઓને ઉઠાવી બહાર મૂકેલ વાહનમાં ભરવા લાગ્યા હતા.
સુરત (Surat) જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટની (Theft and Robbery) ઘટનામાં વધારો થયો છે. તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ જિલ્લાના બારડોલી, કડોદરા અને ચલથાણ વિસ્તારમાં રોજે રોજ ચોરીની ઘટના બની રહી છે ત્યારે કડોદરામાં (Kadodara) વધુ એક લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
કડોદરા ચાર રસ્તા નજીક નિતિનકુમાર ગમનલાલ મોદીની જય અંબે ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે. આ દુકાનની નજીક જ તેનું ગોડાઉન આવેલું છે. શુક્રવારે આશરે 4 વાગ્યાની આસપાસ આ ગોડાઉનની બહાર વોચમેન દલ બહાદુર સિંઘ ફરજ બજાવતો હતો.
ત્યારે એક ગાડી આવીને ઊભી રહેતા વોચમેને તેને અહીં ગાડી કેમ ઊભી રાખી તેમ પૂછતાં તસ્કરોએ વોચમેનને બંધક બનાવી તેને માર મારી કોથળામાં ભરીને કારમાં લઈ ગયા હતા અને ઊંભેળ ગામની સીમમાં ધક્કો મારી ફેંકી દીધો હતો. ત્યારબાદ ગોડાઉનમાં પ્રવેશી 42 બોરી અને 25 છૂટક પેકેટ વિમલ ગુટખાની લૂંટ કરી બે ટેમ્પોમાં ભરીને નાસી છૂટ્યા હતા.
જુઓ સંપૂર્ણ વીડિયો. : ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજોએ દરિયામાં માછીમારોને રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કર્યું અને તેમની સાથે ‘આઝાદી કા અમિત મહોત્સવ’ની ઉજવણી કરી .
જય અંબે ટ્રેડર્સના માલિકે સવારે આવીને જોતાં ગોડાઉનમાંથી 10.46 લાખના વિમલ ગુટખાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી CCTV ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ભાર્ગવ પંડ્યા (નાયબ પોલીસ અધિક્ષક)એ જણાવ્યું કે, ગોડાઉનમાં વિમલ ગુટખાની ચોરી કરવા આવેલા ત્રણ તસ્કરો ગોડાઉનમાં મુકેલ બોરીઓને ઉઠાવી બહાર મુકેલ વાહનમાં ભરવા લાગ્યા હતા. 42 બોરીઓ પૈકી 5થી 6 બોરીઓ તસ્કરો ગોડાઉનની બહાર લઈ ગયા બાદ એક તસ્કરની નજર ગોડાઉનમાં લાગેલ CCTV કેમેરા પર પડી હતી. તે તસ્કર બહારથી લાકડી લાવી કેમેરાને ઉંચો કર્યા બાદ ચોરીની ઘટનાને બિન્દાસપણે અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો :-