HomeEntertainmentસુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું નિધન, સંગીત જગતમાં શોકની લહેર

સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું નિધન, સંગીત જગતમાં શોકની લહેર

Date:

Related stories

ગોરખપુરમાં ચરણામૃત પીધા બાદ 450 લોકોને અપાઈ એન્ટી-રેબીઝ વેક્સિન, કારણ જાણીને ચોંકી જશો

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં દુર્ગા પૂજા દરમિયાન ચરણામૃત પીધા બાદ...

Video : કન્ટેન્ટ ક્રિએટરે સુરત રેલવે સ્ટેશન પર TTE બનીને રીલ બનાવી, પછી જુઓ શું થયું

સુરત: સોશિયલ મીડિયા પર રીલ બનાવવાના શોખમાં રેલવેના નિયમોનું...

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય, 26 ઓક્ટોબરે વાવાઝોડુંની આગાહી; આ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં હવામાનમાં મોટો ફેરફાર થવાની...
spot_img

હિન્દી સિનેમામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. પદ્મ વિભૂષણથી સન્માનિત અને દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું નિધન થયું છે. ગાયિકાના નિધનના સમાચારથી બોલિવૂડ તેમજ ફિલ્મ ઉદ્યોગ શોકની લહેર છવાઈ છે.

પ્રખ્યાત ગાયિકા આશા ભોસલે હવે આપણી વચ્ચે નથી. તેમણે 92 વર્ષની વયે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. લગભગ 8 દાયકા સુધી ફિલ્મ ઉદ્યોગમાં પોતાના સુરીલા અવાજથી જાદુ કરનાર આ ગાયિકાને શનિવારે (11 એપ્રિલ 2026) ખરાબ તબિયતને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ યુનિટમાં તેમની સારવાર ચાલી રહી હતી. વિશ્વભરના ચાહકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે, આજે (12 એપ્રિલ 2026) ગાયિકાએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેમના અવસાનથી સુરીલો અવાજ શાંત થઈ ગયો છે.

બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગ માટે 2025નું વર્ષ સારું નહોતું અને તે વર્ષે ઘણા કલાકારોનું અવસાન થયું. હવે, 2026માં, ભારતીય કલા જગતને મોટી ખોટ પડી છે. આશા ભોસલેએ લગભગ આઠ દાયકા ફિલ્મ ઉદ્યોગને સમર્પિત કર્યા અને દેશને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું હતું અહેવાલો અનુસાર, તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે દાદર શિવાજી પાર્ક સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે.

Subscribe

Latest stories