Monday, Dec 8, 2025

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો

2 Min Read

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. આ પછી તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઘરમાં ઘૂસેલા ચોરે તેના પર છરી વડે હુમલો કર્યો.

અભિનેતા સલમાન ખાનના જીવને ખતરો હોવાની ઘટનાઓ બાદ હવે સૈફ અલી ખાન પરના હુમલાએ બોલિવૂડની ચિંતા વધારી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે બાંદ્રા સ્થિત તેમના ઘરમાં અડધી રાત્રે હુમલો થયો હતો. ચોરે શરૂઆતમાં નોકર સાથે દલીલ કરી. અવાજને કારણે સૈફ અલી બહાર આવ્યો. જ્યારે તેણે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઝપાઝપીમાં તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.

માહિતી અનુસાર આ ઘટના સવારે 3 વાગ્યે બની હતી. એક ચોર સૈફના ઘરમાં ઘૂસી આવ્યો હતો. આ દરમિયાન અમુક નોકર ઊંઘમાંથી ઊઠી એલર્ટ થઈ ગયા અને ચોર ચોરની બૂમ પાડવા લાગ્યા. તે સમયે સૈફ અલી પણ ઊંઘમાંથી જાગી ગયો અને ચોરને પકડવા દોડ્યો હતો. આ દરમિયાન ચોરે સૈફ પર ચપ્પા વડે હુમલો કરી દીધો જેમાં સૈફ ઈજાગ્રસ્ત થયો હતો.

સૈફ અલી ખાનની ટીમના જણાવ્યાનુસાર હાલમાં સૈફ અલી ખાનની સર્જરી ચાલી રહી છે. તેને બે ત્રણ ઈજાઓ થઈ છે જેમાંથી ગળાના ભાગે લાંબો ચીરો પડી ગયાની માહિતી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કાર્યવાહી કરતાં ઘરના અમુક કર્મચારીઓની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર હજુ 3 લોકોની આ મામલે અટકાયત કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ કરવા માટે આ લોકોને સાથે લઈ ગઈ છે.

આ પણ વાંચો :-

Share This Article