સુરતના પુણા ગામમાં વહેલી સાવરે ગેસનો બાટલો બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા હતાં. પુણા ગામ વિસ્તારમાં આવેલ નાલંદા સ્કૂલની સામે રાધે કૃષ્ણ સોસાયટીના એક ઘરમાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો. ગેસનો બાટલો બ્લાસ્ટ થતા મોટો આવાજ આવ્યો હતો. જેથી સ્થાનિકો જાગી ગયા હતા સાથે જ અફડાતફડી મચી ગઈ હતી.
આજે સવારે ગેજ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હતો. જેમાં આગની ઝપેટમાં આવેલા એક જ પરિવારના 6 લોકો અને ઉપર રહેતો એક વ્યક્તિ આગમાં દાઝી ગયા હતા. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, ઘરનો સ્લેબ પણ તૂટી ગયો હતો. જેના કારણે ઉપર રહેતો વ્યક્તિ નીચે આવીને પડ્યો હતો. આ ઘટનાની જાણકારી મળતા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તમામ ઘાયલોને સુરતની સરકારી હોસ્પિટલ અને બાજમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
- પપ્પુ ગજેન્દ્ર ભદોરીયા
- સોના બેન
- મોનિકા બેન
- જનવી બેન
- અમન ભાઈ
- ગોપાલભાઈ ઠાકુર
સુરતના પુણા ફાયર સ્ટેશનના ઈન્ચાર્જ ભૂપેન્દ્ર સિંહ રાજે જણાવ્યું હતું કે ઘરમાં રાખેલી ગેસની બોટલ લીકેજ થવાના કારણે આગ લાગી હતી. હરિકૃષ્ણ સોસાયટીમાં ત્રીજા માળે આવેલા મકાનની અંદર સવારે ગેસ લીકેજ થયો હતો. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ઘરના એક સભ્યએ લાઈટ ચાલુ કરી. આ અકસ્માત ફ્લેશ ફાયરને કારણે થયો હોઈ શકે છે. આગમાં ગેસનો બાટલો ફાટતો નથી, પરંતુ બોટલની પાઇપમાંથી ગેસ લીકેજ થવાને કારણે તે આખા ઘરમાં ફેલાઈ ગયો હતો. ઘરમાં કોઈએ લાઈટ ચાલુ કરી હશે અથવા માચીસ સળગાવી હશે, જેના કારણે સ્પાર્ક થયો હશે. જેના કારણે વિસ્ફોટ થયો હતો. ઘરના તમામ સભ્યો (3 બાળકો અને માતા-પિતા) અને ચોથા માળે વોશરૂમમાં બેઠેલ વ્યક્તિ ઘાયલ થયા છે.
આ પણ વાંચો :-