બાબાસાહેબ આંબેડકરના અપમાન સાથે જોડાયેલા મુદ્દા પર વિપક્ષ અને સત્તાપક્ષના સાંસદોએ ગુરુવારે સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યુ હતું. આ દરમિયાન થયેલી ધક્કા-મુક્કીમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન રાજ્યસભામાં સરકારે રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. નાગાલેંડના ભાજપના સાંસદ ફાન્ગનૉન કોન્યાકૂએ આરોપ લગાવ્યો કે, જ્યારે સંસદમાં મકર દ્વાર પાસે અન્ય સાંસદોની સાથે પ્રદર્શન કરતી હતી ત્યારે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી મારી એકદમ નજીક આવ્યા હતા અને બૂમબરાડા પાડવા લાગ્યા હતા.
આ પહેલા ભાજપાધ્યક્ષ જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમારા સાંસદો સાથે ધક્કામુક્કી કરી હતી. અમારા બે સાંસદો ઈજાગ્રસ્ત થયા છે. નાગાલેન્ડ ભાજપનાં મહિલા સાંસદ કોન્યાકને રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હતો.
જોકે સંસદમાં ગુરુવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને ધક્કો મારી પાડી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે રાહુલે સ્પષ્ટતા કરી હતી કે અમને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા અને ત્યારે ધક્કામુક્કી થઈ ગઈ હતી.
આ પહેલા રાજ્યસભામાં ગૃહના નેતા જે પી નડ્ડાએ સંસદ પરિસરમાં ભાજપના સાંસદો સાથે રાહુલ ગાંધીએ કરેલા આચરણની નિંદા કરી હતી. કેન્દ્રીય મંત્રી નડ્ડા અને કિરણ રિજિજુએ રાહુલ ગાંધી પર સંસદમાં પ્રવેશ દ્વારા પર મહિલા ભાજપ સાંસદો સામે બળ પ્રયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે માફીની માંગ કરી હતી.
આ પણ વાંચો :-