ઝારખંડની રાજધાની રાંચીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયતનાં સભ્ય અનિલ ટાઈગરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના બુધવારે સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ બની હતી. ધોળા દિવસે બનેલી આ ઘટનાને કારણે ભીડભાડવાળા કાંકે ચોકમાં દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ઝારખંડના પાટનગર રાંચીના કાંકે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજે ચારેક વાગ્યા આસપાસ અજાણ્યા શખ્સોએ ભૂતપૂર્વ જિલ્લા પંચાયતનાં સભ્ય અનિલ ટાઇગરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની વધુ તપાસ શરૂ કરી હતી.
ગોળીબારની ઘટના બાદ સ્થાનિક લોકોએ કાંકે ચોકને બ્લોક કરી દીધો હતો. લોકોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. કાંકે ચોક પર આટલી મોટી ભીડ હોવા છતાં, ગુનેગારોએ ઘટનાને અંજામ આપ્યો. તેની હત્યા શા માટે કરવામાં આવી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ભાજપના પ્રદેશ પ્રમુખ બાબુલાલ મરાંડીએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, “ભાજપ રાંચી ગ્રામીણ જિલ્લા મહામંત્રી અને ભૂતપૂર્વ જિલ્લા પરિષદ સભ્ય અનિલ ટાઇગરને ગુનેગારો દ્વારા ગોળી મારવાના સમાચારથી હું આઘાત પામ્યો છું. ગુનેગારો નિર્ભયતાથી જનપ્રતિનિધિઓ પર હુમલો કરી રહ્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે, જ્યાં ન તો જનપ્રતિનિધિઓ સુરક્ષિત છે કે ન તો સામાન્ય નાગરિકો.