Thursday, Oct 23, 2025

ભાજપે ઝારખંડમાં હેમંત સોરેન સામે ગમલિયાલ હેમ્બ્રોમને મેદાનમાં ઉતાર્યા

2 Min Read

ભાજપે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી 2024 માટે 2 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ અગાઉ પાર્ટીએ 66 ઉમેદવારોની જમ્બો યાદી બહાર પાડી હતી. એવામાં હવે ભાજપે તેના ક્વોટાના તમામ 68 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપે ટુંડીથી વિકાસ મહતો અને બરહેત સીટથી ગમલિયાલ હેમબ્રોમને મેદાનમાં ઉતાર્યા છે.

તમને જણાવી દઈએ કે ગમલિયાલે બરહેત સીટ પરથી AJSUની ટિકિટ પર 2019ની વિધાનસભા ચૂંટણી પણ લડી હતી. તેમને અહીં કુલ 2573 વોટ મળ્યા હતા. મુખ્યમંત્રી હેમંત સોરેન બરહેટથી ચૂંટણી લડી રહ્યા છે. 2019ની ચૂંટણીમાં હેમંતે ભાજપના ઉમેદવાર સાઈમન માલ્ટોને 25 હજાર કરતા વધુ મતોથી હરાવ્યા હતા. સોરેન 2014માં દુમકાથી ચૂંટણી લડયા હતા, ત્યારે તેમને ભાજપના લુઇસ મરાંડીએ હરાવ્યા હતા. આ સીટ પર 20 નવેમ્બરે મતદાન થશે. એવામાં, ચાલો જાણીએ કોણ છે ગમલિયાન હેમ્બ્રોમ, જેમને પાર્ટીએ બરહેટથી ઉમેદવાર બનાવ્યા છે.

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઈને NDA પક્ષો BJP, AJSU પાર્ટી, JDU અને LJP-R એ સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 81 સભ્યોની ઝારખંડ વિધાનસભામાં ભાજપ તરફથી 68 બેઠકો, AJSU પાર્ટી તરફથી 10, JDU તરફથી 2 અને LJP-R તરફથી 1 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે એનડીએ દ્વારા તમામ 81 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article