ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી ૨૦૨૪નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામે સૌ કોઈને ચોંકાવી દીધા છે. ચૂંટણી પરિણામમાં ન ધારેલા ઉલટફેર અને અપસેટ સર્જાયા છે. બીજી તરફ આ વખતના ચૂંટણી પરિણામોએ અનેક રેકોર્ડ પણ બનાવ્યા છે. ચૂંટણી પરિણામમાં સૌથી વધારે માર્જીનનો નવો રેકોર્ડ પણ નોંધાયો હતો. આ રેકોર્ડ મધ્ય પ્રદેશના ઈન્દોર બેઠકના ઉમેદવાર શંકર લાલવાણીના નામે ૧૧,૭૫,૦૯૨ લાખના માર્જીન સાથે નોંધાયો છે. તો બીજી તરફ સૌથી ઓછા માર્જીન સાથે શિવસેના (એકનાથ શિંદે જૂથ) ના રવિન્દ્ર વાયકર મહારાષ્ટ્રની ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી માત્ર ૪૮ મતોથી જીત્યા છે.
લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ મધ્ય પ્રદેશની ઇન્દોર બેઠકે સૌથી વધુ માર્જીનનો રેકોર્ડ નોંધાવ્યો છે. ઇન્દોર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શકર લાલવાનીએ ૧૧,૭૫,૦૯૨ મતના વિક્રમી માર્જીન સાથે જીત નોંધાવી હતી. મધ્યપ્રદેશમાં ભાજપના કોઈપણ ઉમેદવારની આ સૌથી મોટી જીત છે. રસપ્રદ વાત એ છે કે, NOTA બે લાખથી વધુ મતો સાથે બીજા ક્રમે છે.
અહીં ઈન્દોરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામે છેલ્લી ઘડીએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારની ગેરહાજરીમાં, ઈન્દોરમાં શંકર લાલવાણી અને ભાજપનો આસાન વિજય હતો. કોંગ્રેસના સમર્થકોએ ચૂંટણી દરમિયાન NOTA માટે પ્રચાર કર્યો હતો.
આ પણ વાંચો :-