મળતી જાણકારી અનુસાર, જન્મદિવસની ઉજવણી કરવા માટે કેટલાક મિત્રો તાપી નદીમાં બોટમાં બેસીને પાર્ટી કરી રહ્યા હતા ત્યારે અચાનક બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું. જોતજોતામાં બોટ ઉંધી વળી ગઈ હતી. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જન્મદિવસની ખુશી માતમમાં ફેરવાઈ જતાં સૌ કોઈ સ્તબ્ધ થઇ ગયા છે.
બે લોકોનો આબાદ બચાવ
આ દુર્ઘટનામાં એક યુવક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને સ્થાનિક તંત્રના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો જયારે અન્ય બેનો આબાદ બચાવ થતાં તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.