બિહાર વિધાનસભાની 243 બેઠકો પર મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલાં પોસ્ટલ બેલટની ગણતરી થઈ રહી છે. 8:30 વાગ્યા સુધીમાં તેને પૂરું કરી લેવામાં આવશે. આ પછી EVM ખુલશે. તેના પછી જ ચૂંટણીનાં વલણો આવવા લાગશે. એક રાઉન્ડમાં 14 EVMની ગણતરી થશે, જેના માટે દરેક કાઉન્ટિંગ સેન્ટર પર 14 ટેબલ લગાવવામાં આવ્યા છે. સૌથી પહેલાં બરબીઘાનું પરિણામ આવશે.
ગણતરી માટે 38 જિલ્લામાં 46 કાઉન્ટિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. ભાસ્કરના 400 રિપોર્ટર ગ્રાઉન્ડ ઝીરોથી પળેપળની અપડેટ આપશે. બપોરે 12 વાગ્યા સુધીમાં 2,616 ઉમેદવારોની બેઠકોનો ચુકાદો લગભગ સ્પષ્ટ થઈ જશે. જેમાં નીતિશ સરકારના 29 મંત્રી, અનંત સિંહ સહિત 15 બાહુબલી પણ સામેલ છે.
આ વખતે બિહાર ચૂંટણી 2 તબક્કામાં થઈ અને 67.10% મતદાન થયું. આ રેકોર્ડ મતદાન રહ્યું, જે 2020ની વિધાનસભા ચૂંટણીથી લગભગ 10% વધારે રહ્યું.