ભારતનો નંબર વન દુશ્મન ખલ્લાસ થઈ ગયો છે? હા, આતંકી હાફિઝ સાઈદને લઈને મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. લશ્કર-એ-તૈયબાનો ચીફ હાફિઝ સાઈદ મારી નાખવામાં આવ્યો હોવાનું કહેવાય છે. પાકિસ્તાનમાં ગુપચુપ ચર્ચા છે કે આતંકી હાફિઝ સાઈદનો પણ ગેમ ઓવર થઈ ગયો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને પાકિસ્તાની હેન્ડલ્સ પર હાફિઝ સાઈદ પર હુમલો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. X પર તો હાફિઝ સાઈદ ટ્રેન્ડ કરી રહ્યો છે. ઘણા અકાઉન્ટ્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઝેહલમ વિસ્તારમાં જમાત-ઉદ-દાવાનો વડો અને મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સાઈદ મારી નાખવામાં આવ્યો છે. જોકે, આ દાવાની કોઈ પુષ્ટિ થઈ નથી.
કોણ છે આતંકી હાફિઝ સાઈદ?
હાફિઝ સાઈદ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી છે. ભારત સરકાર તેની પ્રત્યર્પણની કોશિશ કરી રહી છે. હાફિઝ સાઈદ ભારતની મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ છે. માત્ર એટલું જ નહીં, તે 26/11ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. साथે જ હાફિઝ સાઈદ પુલવામા હુમલાનો પણ મુખ્ય સૂત્રધાર છે. ભારત સિવાય અન્ય અનેક દેશોએ હાફિઝ સાઈદને આતંકી જાહેર કર્યો છે. હાફિઝ સાઈદ અને તેના સંગઠન પર અમેરિકા દ્વારા ઈનામ પણ ઘોષિત કરાયું છે.હાફિઝ સાઈદનું આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા છે. આ આતંકી સંગઠન પર અંદાજે 1 કરોડ ડોલરનું ઈનામ છે. આતંકી ફંડિંગ કેસમાં હાફિઝ સાઈદને જેલમાં મોકલવામાં આવ્યો હતો.