શેરબજારમાં ફરી એકવાર મોટો ઘટાડો જોવા મળ્યો અને સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે જ ક્રેશ થઈ ગયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ લાલ નિશાનમાં ખુલ્યો અને થોડી જ મિનિટોમાં 400 પોઈન્ટ ઘટીને 77,110ની સપાટીએ પહોંચી ગયો. આ સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 124 પોઈન્ટ ઘટીને 23,383ની સપાટીએ પહોંચ્યો હતો અને માર્કેટમાં ટ્રેડિંગમાં વધારા સાથે આ ઘટાડો વધુ ઝડપી થતો જણાતો હતો અને સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ સરકી ગયો હતો.
આ દરમિયાન ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીના શેરમાં મોટો ઘટાડો થયો છે. અદાણી સ્ટોક્સમાં આ ઘટાડો અમેરિકાના એક સમાચાર બાદ જોવા મળ્યો છે, જેમાં અબજોપતિ ગૌતમ અદાણી પર મોટા આરોપો લગાવવામાં આવ્યા છે.
ગૌતમ અદાણીના શેરમાં આ ઘટાડો વાસ્તવમાં અમેરિકાના એક સમાચાર બાદ જોવા મળ્યો હતો. જેમાં અદાણી ગ્રુપની કંપની પર જૂઠું બોલવું અને કોન્ટ્રાક્ટ મેળવવા લાંચ આપવા જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ગૌતમ અદાણી પર તેમની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ માટે યુએસમાં સોલાર એનર્જી પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે $265 મિલિયન (લગભગ 2236 કરોડ રૂપિયા)ની લાંચ આપવાનો અને તેને છુપાવવાનો આરોપ છે.
ગુરુવારે શેરબજારમાં અંધાધૂંધી વચ્ચે ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીના શેર સૌથી વધુ લપસ્યા હતા અને કેટલાક શેરો 20 ટકા સુધી લપસી ગયા હતા. અદાણી ગ્રીન એનર્જી (20%), અદાણી એનર્જી સોલ્યુશન્સ (20.00%), અદાણી પાવર (13.75%), અદાણી પોર્ટ્સ (10.00%), અદાણી વિલ્મર (9.51%) નીચામાં ટ્રેડ થઈ રહ્યા હતા. આ સિવાય અદાણી એન્ટરપ્રાઇઝના શેર 10%, અદાણી ટોટલ ગેસ 14.70%, ACC લિમિટેડ 14.35%, અંબુજા સિમેન્ટ્સ 10.00% અને NDTV શેર 12.29% ઘટ્યા છે.
આ પણ વાંચો :-