સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામેથી નશીલા પદાર્થોના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. દસ્તાન રેસિડેન્સીમાં NCBએ રેડ પાડી બેગ્લોરથી ડ્રગ્સનો જથ્થો લઈને આવતા ત્રણ ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. અંદાજે 30 કિલો જેટલો કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બીસનોઈ ગેંગના ત્રણ સાગરીતો રૂમ નંબર 397માં રોકાયા હતા.
NCBએ એક કાર સાથે ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.