પવિત્ર સ્નાનના પહેલા દિવસે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન, BSE સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો જ્યારે નિફ્ટી 500 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. જેના કારણે છેલ્લા ચાર કારોબારી દિવસમાં રોકાણકારોના આશરે 17 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. અમેરિકન ડોલર સામે રૂપિયો ગગડી રહ્યો છે. સોમવારની શરૂઆતમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 23 પૈસા તૂટીને 86.7ના ઓલ ટાઈમ લો પર પહોંચી ગયો હતો.

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં કડાકો બોલ્યો હતો. બપોરે 2.12 કલાકે સેન્સેક્સ 960 અને નિફ્ટી 326 પોઇન્ટના ઘટાડા સાથે કારોબાર કરતાં હતા. છેલ્લા થોડા દિવસોથી ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં વેચવાલી જોવા મળી રહી છે. છેલ્લા 20 વર્ષોમાં, કુંભ મેળા દરમિયાન દર વખતે શેરબજારમાં ઘટાડો થયો છે. સૌથી મોટો ઘટાડો 2015માં નાસિકમાં યોજાયેલા કુંભ મેળા દરમિયાન જોવા મળ્યો હતો.
યુએસ ડોલર સતત મજબૂત થઇ રહ્યો છે. 6 કરન્સી બાસ્કેટ સામે અમેરિકન ડોલર 0.22 ટકા વધીને 109.72 ના બે વર્ષની ઉંચી સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. 10 વર્ષની યુએસ બોન્ડ યીલ્ડ 4.76 ટકા થઇ છે, જે ઓક્ટોબર 2023 પછી સૌથી ઉંચુ સ્તર છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો પણ 1.44 ટકાની તેજીમાં 80.91 ડોલર પ્રતિ બેરલ ટ્રેડ થઇ રહ્યો છે.
આ પણ વાંચો :-