શેરબજારમાં લગભગ દોઢ મહિના પહેલા શરૂ થયેલો વિનાશનો સિલસિલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર ભયંકર ઘટાડો નોંધાયો હતો. બુધવારે BSE સેન્સેક્સ 984.23 પોઈન્ટના ઘટાડા સાથે 77,690.95 પોઈન્ટ પર બંધ થયો હતો. આ રીતે NSEનો નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 324.40 પોઈન્ટના ઘટાડા સાથે 23,559.05 પોઈન્ટ પર બંધ થયો હતો. મંગળવારે પણ સેન્સેક્સમાં 820.97 પોઈન્ટ્સ અને નિફ્ટી 50માં 257.85 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
ચાલુ સપ્તાહમાં શેરબજારમાં સળંગ કડાકો નોંધાતા ત્રણ દિવસમાં રોકાણકારોએ રૂ. 14.3 લાખ કરોડ ગુમાવ્યા છે. બીએસઈ ખાતે આજે ટ્રેડેડ કુલ 4067 શેર્સ પૈકી માત્ર 673 શેર્સમાં જ સુધારો જોવા મળ્યો હતો. આ સિવાયના 3297 શેર્સ રેડઝોનમાં બંધ રહ્યા હતા. સેન્સેક્સ પેકમાં પણ 3 એનટીપીસી 0.21 ટકા, ટાટા મોટર્સ 0.18 ટકા અને ઈન્ફોસિસ 0.01 ટકા સુધર્યા હતા. આ સિવાય તમામ 27 શેર્સમાં 3.40 ટકા સુધીનું ગાબડું નોંધાયુ હતું.
સેન્સેક્સ કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં આજે સૌથી વધુ 3.23 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટાટા સ્ટીલ 3.02 ટકા, અદાણી પોર્ટ્સ 2.82 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 2.18 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.89 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.73 ટકા, એચડીએફસી બેન્ક 1.67 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.67 ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.63 ટકા, ફિનસરર્વ 1.63 ટકા એક્સિસ બેન્કના શેર 1.35 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 1.27 ટકા, પાવરગ્રીડ 1.18 ટકા, સન ફાર્મા 1.16 ટકા, ટીસીએસ 1.13 ટકા ઘટીને બંધ થયા છે.
લાર્જકેપની તુલનાએ સ્મોલકેપ અને મીડકેપમાં મોટુ કરેક્શન જોવા મળ્યું છે. સ્મોલકેપ ઈન્ડેક્સ આજે 1651.69 પોઈન્ટ, મીડકેપ ઈન્ડેક્સ 2.56 ટકા અર્થાત 1160.44 પોઈન્ટના કડાકે બંધ રહ્યો હતો. આ સિવાય રિયાલ્ટી ઈન્ડેક્સ 3.23 ટકા, પાવર 2.29 ટકા, પીએસયુ 2.14 ટકા, મેટલ 2.54 ટકા તૂટ્યો છે.
આ પણ વાંચો :-