ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસેબનના ગાબામાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ મેચ બાદ ભારતના સ્ટાર સ્પિન ઑલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. પાંચમા દિવસે જ્યારે વરસાદના ટી બ્રેક વખતે મેચ અટકી ત્યારે ટીમ ઈન્ડિયાના સભ્યો ડ્રેસિંગ રૂમાં હતા. તે સમયે અશ્વિનને કોહલીએ ગળે લગાવ્યો હતો અને તે ભાવુક થઈ ગયો હતો. જે બાદ તે ટેસ્ટ ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાત કરશે તે નિશ્ચિત થઈ ગયું હતું.
રવિચંદ્રન અશ્વિને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “આજે મારો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેનો છેલ્લો દિવસ હતો. એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે હું હવે આ રમત સાથે જોડાયેલો નહીં રહું. પરંતુ હું ચોક્કસપણે આ રમત સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો રહીશ.” અશ્વિને તેની એક્સ પોસ્ટ પર લખ્યું, “ઘણા વિચાર કર્યા પછી, મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. અવિસ્મરણીય ક્ષણોથી ભરપૂર, ભારતનું પ્રતિનિધિત્વ કરતી મારી અત્યાર સુધીની સફર અવિશ્વસનીય રહી છે. મારા સાથી ખેલાડીઓ, કોચ, BCCI અને સૌથી અગત્યનું ચાહકોને તેમના અતૂટ સમર્થન માટે આભાર. નવા પડકારો મારી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ હંમેશા મારા હૃદયમાં વિશેષ સ્થાન જાળવી રાખશે.
ઓફ સ્પિનરઅશ્વિને ટીમ ઈન્ડિયા માટે કુલ 287 મેચ રમી છે. જેમાંથી તેણે 106 ટેસ્ટ મેચમાં કુલ 537 વિકેટ લીધી છે. તેને 200 ઇનિંગ્સમાં બોલિંગ કરવાની તક મળી. તે 37 વખત પાંચ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે, જ્યારે 8 વખત તે મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તેની શ્રેષ્ઠ બોલિંગમાં 59 રનમાં 7 વિકેટ અને મેચમાં 140 રનમાં 13 વિકેટ છે.
વનડે ક્રિકેટની વાત કરીએ તો અશ્વિને 116 મેચોમાં 707 રન બનાવ્યા છે. જ્યારે 156 વિકેટ પણ લીધી છે. ભારત માટે અશ્વિનને 65 ટી 20 મેચોમાં રમવાની તક મળી. આ દરમિયાન 72 વિકેટ લીધી. અશ્વિન 2011મં વનડે વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમમાં પણ સામેલ હતા.
આ પણ વાંચો :-