Sunday, Oct 26, 2025

લલિત મોદીને મોટો ઝટકો, વનુઆતુ સરકાર રદ્દ કરશે પાસપોર્ટ, જાણો સમગ્ર મામલો

2 Min Read

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ ચેરમેન અને નાણાકીય ગેરરીતિઓના ભાગેડુ આરોપી લલિત મોદીને મોટો આંચકો લાગ્યો છે. વનુઆતુના વડા પ્રધાને તેમનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. લલિત મોદીએ થોડા દિવસો પહેલાં લંડન સ્થિત ભારતીય દૂતાવાસમાં પોતાનો ભારતીય પાસપોર્ટ પણ સરેન્ડર કર્યો હતો. આ સ્થિતિમાં લલિત મોદી ‘ના ઘરના રહ્યા, ના ઘાટના’ જેવો ઘાટ સર્જાયો છે.

વિદેશ મંત્રાલયે કરી હતી કે લલિત મોદીએ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી છે. 2010માં ભારતથી ભાગી ગયા બાદ લલિત મોદી લંડનમાં રહેતો હતો. તેણે અનેક વખત ઇન્ટરવ્યુ આપ્યા છે અને પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા પછી એવું બહાર આવ્યું કે તેણે પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુ દેશ વનુઆતુનું નાગરિકત્વ લીધું છે. તેની પાસે ગોલ્ડન પાસપોર્ટ છે. વનુઆતુ શ્રીમંત લોકોને તેના દેશની નાગરિકતા ખરીદવાની મંજૂરી આપે છે. ત્યાંથી પાસપોર્ટ ફક્ત 1.3 કરોડ રૂપિયા ખર્ચીને મેળવી શકાય છે. જોકે અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે વનુઆતુના PMએ તેના નાગરિકતા પંચને તેનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે.

તેમણે વધુમાં કહ્યું, આની તપાસ હાલના નિયમો હેઠળ કરવામાં આવશે. અમને એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેણે વાનુઆતુ નાગરિકતા મેળવી લીધી છે. અમે કાયદાની સંપૂર્ણ હદ સુધી તેમની સામે કેસ ચાલુ રાખીશું. ઉલ્લેખનીય છે કે, લલિત મોદી પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રહીને છેતરપિંડી, મની લોન્ડરિંગ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 (FEMA) ના ઉલ્લંઘનનો આરોપ છે.

વાનુઆતુ ડેઇલી પોસ્ટે સોશિયલ મીડિયા પર લખ્યું, આંતરરાષ્ટ્રીય મીડિયામાં તાજેતરના ખુલાસા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાકીની માહિતી હું આવતીકાલના અખબારમાં આપીશ. આ વખતે તેમણે વધારે માહિતી શેર કરી નથી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, વાનુઆતુને પાછળથી ખબર પડી કે , લલિત મોદી એક ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Share This Article