Friday, Oct 24, 2025

NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, પટના AIIMSના ત્રણ ડોક્ટરોની અટકાયત

2 Min Read

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં આજે થનારી સુનાવણી પહેલા CBIને મોટી સફળતા મળી છે. સીબીઆઈ પેપર લીક ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચી ગઈ છે અને આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ પટના એઈમ્સના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી છે. CBI ત્રણેય ડોક્ટરોને પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ છે.

interpol: CBI makes social media debut ahead of Interpol General Assembly - The Economic Times

સીબીઆઈએ અટકાયત કરેલા ત્રણેય ડોક્ટરો ૨૦૨૧ની બેચના મેડિકલ સ્ટુડન્ટ છે. સીબીઆઈએ આ ત્રણ ડોક્ટરોના રૂમને પણ સીલ કરી દીધા છે અને તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. CBIએ પેપર વહન કરતી ટ્રકમાંથી પત્રિકાઓ ફેલાવનાર પંકજને પણ પકડી લીધો છે, જે હજારીબાગની ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે કનેક્શન ધરાવે છે. હજારીબાગની આ શાળામાંથી પેપર સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું.

ગત મંગળવારે જ CBIએ NEET પેપર લીક કેસમાં બે લોકોની ધરપકડ કરી હતી. CBIએ પટનામાંથી પંકજ કુમાર અને ઝારખંડના હજારીબાગમાંથી રાજુ સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી હતી. પંકજ પર હજારીબાગમાં એક ટ્રકમાંથી પેપર ચોરી કરીને આગળ વહેંચવાનો આરોપ છે. રાજુ સિંહે લોકોને આગળ પેપર વિતરણ કરવામાં મદદ કરી હતી.મળતી માહિતી મુજબ, પંકજ સિવિલ એન્જિનિયર છે અને તે ઝારખંડના બોકારોનો રહેવાસી છે. તેણે જ હજારીબાગમાં ટ્રંકમાંથી પેપર ચોરીને આગળ વહેંચી દીધું હતું. રાજુ સિંહે પેપરનું વધુ વિતરણ કરવામાં મદદ કરી હતી. પંકજ પેપર ચોરીનો માસ્ટર માઇન્ડ છે, સૂત્રોના જણાવ્યા અનુસાર, પંકન કુમાર ઉર્ફે આદિત્ય કુમારે ટ્રકમાંથી પેપર ચોર્યા હતા અને આગળ તેની ગેંગના સભ્યોમાં વહેંચી દીધા હતા. NTAએ આ ટ્રકનો ઉપયોગ કરીને પેપરને જુદા જુદા સેન્ટરોમાં પહોંચાડ્યા હતા.

NEET પેપર લીકનો માસ્ટરમાઈન્ડ સંજીવ મુખિયા હજુ પણ ફરાર છે, મુખિયા પેપર લીક કરવામાં સૌથી મોટો માફિયા છે, બિહાર ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા પેપર લીક માફિયાઓ સાથે સંજીવ મુખિયાની સાંઠગાંઠ છે, મુખિયાએ ઘણાં પેપર લીક કરાવ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article