Friday, Oct 24, 2025

‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવાઇ

2 Min Read

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં આજે તા.૭ થી આગામી તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ થયો છે. જે સંદર્ભે નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સદન ખાતે જિલ્લાના અધિકારી-કર્મચારીઓએ મન-વચન અને કમર્થી દેશના વિકાસ માટે સમર્પિત ભાવથી કાર્ય કરવા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી.

આ પ્રતિજ્ઞામાં ઉચ્ચ અધિકારીઓએ ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી. સાથોસાથ ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવીને જવાબદાર નાગરિક તરીકે રાષ્ટ્રસેવા-જનસેવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા.

આ વેળાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એમ.બી. પ્રજાપતિ, સંયુક્ત માહિતી નિયામકશ્રી અમિત ગઢવી, જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ ગઢવી, પ્રાંત અધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત વિકાસ પ્રતિજ્ઞા

  • હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..
  • મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ.
  • હું સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ.
  • હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ.
  • હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ.

જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકિસત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ.

“હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ.
‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.

Share This Article