Saturday, Sep 13, 2025

લોકસભા ચૂંટણીના પરિણામ તે પહેલાં જાણો ચૂંટણીપંચ પ્રેસવાર્તામાં શું કહ્યું ?

2 Min Read

લોકસભા ચૂંટણીના મતગણતરી અને પરિણામ જાહેર થવાના એક દિવસ પહેલા ચૂંટણીપંચે આજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. કદાચ આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન સમાપ્ત થયા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પહેલાં દરેક તબક્કાના મતદાન બાદ મીડિયા બ્રીફિંગ કરવામાં આવતી હતી પરંતુ હવેથી તે પ્રથા સમાપ્ત કરી દેવામાં આવી છે.

election-commission-of-india-held-press-conference-before-the-results-of-lok-sabha-election-2024-339405

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમાર કહ્યું કે, ‘આ વખતે ૩૧ કરોડ મહિલાઓએ મતદાન કર્યું છે, જે પ્રથમ વખત થયું છે. ઘરેથી પણ મતદાન કરવાનો રેકોર્ડ બન્યો છે. ભારતમાં લોકસભા ચૂંટણીમાં ૩૧ કરોડ ૨૦ લાખ મહિલાઓ સહિત ૬૪ કરોડ ૨૦ લાખ મતદાતાઓએ ભાગ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે આ વખતે યોજાયેલી લોકસભા ચૂંટણી૨૦૨૪ને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે આ દરમિયાન ચૂંટણીની વ્યવસ્થાઓ અને સફળતાપૂર્વક મતદાનના સમાપનને પણ એક સિદ્ધી ગણાવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ વખતે ચૂંટણી ઐતિહાસિક રહી. ૬૪ કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહિલાઓએ પણ મતદાનમાં ભારે ઉત્સાહ બતાવ્યો હતો. ૩૧ કરોડથી વધુ મહિલાઓએ મતદાન કર્યું હતું. ૮૫થી વધુ વયના રેકોર્ડ લોકોએ વોટિંગ કર્યું હતું.

Share This Article