ઉમરેઠના BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારી દ્વારા સ્થાનિક યુવતી પર બળાત્કાર ગુજારી સગર્ભા બનાવવાના કેસમાં ઉમરેઠ પોલીસ દ્વારા પીડિતાનું નિવેદન લીધા બાદ પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કાંતિ વાઘેલાની ઉમરેઠ પોલીસે ધરપકડ કરી છે. ઉમરેઠ પોલીસ દ્વારા આરોપીના DNA ટેસ્ટ કરાવવામાં આવશે. પીડિતા પર બળાત્કાર ગુજારવાને કારણે પીડિતા સગર્ભા થઇ હતી. બે દિવસ પહેલા જ પીડિતાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. મૃત બાળકના DNA સાથે આરોપીના DNA મેચ કરવામાં આવશે.

આણંદના ઉમરેઠમાં સ્વામિનારાયણ મંદિરના પૂજારી વિરૂદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મનોદિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરનારા પૂજારી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે તપાસમાં પીડિતાએ મેજિસ્ટ્રેટ સમક્ષ પૂજારીએ દુષ્કર્મ ગુજાર્યાનું નિવેદન આપ્યુ હતુ, જ બાદ મંદિરના પૂજારી કાંતિ વાઘેલા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. હવે ધરપકડ બાદ આરોપી પૂજારીનો DNA ટેસ્ટ કરાશે.
ઘટનાની વિગતો એવી છે કે, ઉમરેઠના રામ તલાવ પાસેથી એક મૃત નવજાત શિશુ મળી આવ્યુ હતુ, પોલીસે આ મૃતદેહનું પૉસ્ટ મોર્ટમ કરાવી જે પછી સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો. ખરેખરમાં, ઉમરેઠના સ્વામિનારાયણ મંદિરની પાસે રહેતી મનોદિવ્યાંગની યુવતીએ મૃત બાળકને જન્મ આપી ત્યજી દીધું હોવાનું ખુલ્યું હતું. જો કે યુવતીના પિતાએ તેમની દીકરી પર સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી ધાક ધમકીઓ આંપી હોવાનો આરોપ લગાવ્યો હતો. જયારે બીજીતરફ મંદિરના પૂજારી કાંતિભાઈ વાઘેલાએ દુષ્કર્મના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. અને યુવતી મંદિરમાં ભોજન લેવા આવતા નહી આપ્યું હોવાથી ખોટો આક્ષેપ લગાવ્યો હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસના જણાવ્યા અનુસાર એકજીક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂ અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં પીડિત યુવતીનું નિવેદન લેતા યુવતીએ સમગ્ર ઘટના અંગે મૌન તોડ્યુ હતુ. હવે પોલીસે કાર્યવાહી કરતાં મંદિરના પૂજારી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી છે.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		