રાજ્ય સરકાર દ્વારા ૧૯૯૪માં સ્થાપિત NAAC A++ ગ્રેડથી ધરાવતી રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી એવી ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી–અમદાવાદ દ્વારા યુનિ.ના પ્રાદેશિક કેન્દ્ર, સુરત ખાતે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે વિશેષ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૫૫ થી વધુ ટ્રાન્સજેન્ડર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કુલગુરુશ્રીએ ટ્રાન્સજેન્ડર સમુદાય શિક્ષિત, સશક્ત બને અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય એ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, BAOU એ રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી છે, જે NAAC માં A++ ગ્રેડ ધરાવે છે. યુનિવર્સિટી દ્વારા ટ્રાન્સજેન્ડરોને નિ:શુલ્ક શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે, અને આવનારા સમયમાં પણ આ સમુદાય માટે વધુ શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવાની તત્પરતા દાખવી હતી.
EC મેમ્બર ડો. રાજેશ રાણાએ કુલગુરુના માર્ગદર્શન હેઠળ ટ્રાન્સજેન્ડર સમુદાયને નિ: શુલ્ક શિક્ષણ તથા મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રશંસનીય પ્રયાસોને બિરદાવ્યા હતા.