બાંગ્લાદેશના ધાકામાં આવેલ હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડાના કાર્ગો વિસ્તારમાં આગ લાગી છે. આગ એટલી ગંભીર છે કે, તમામ ફ્લાઇટ્સને તાત્કાલિક રદ કરવામાં આવ્યા છે. સામે આવેલા વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે એરપોર્ટ પર કાળા ધુમાડા ઉઠી રહ્યા છે અને આગ સતત ફેલાઈ રહી છે.
ફાયર સર્વિસની કામગીરી
ફાયર સર્વિસના મીડિયા સેલ અધિકારી તલ્હા બિન જસીમએ જણાવ્યું કે આગની તીવ્રતા ખુબ જ ગંભીર છે. તેમણે જણાવ્યું કે હાલ 16 ફાયર યુનિટ સ્થળ પર પહોંચી ચૂકી છે અને બીજાં 16 યુનિટ માર્ગમાં છે.
આગ બુઝાવવા કામગીરી
એરપોર્ટના કાર્યકારી નિયંત્રણકર્તા પ્રવક્તા મસૂદુલ હસન મસૂદએ કહ્યું કે આગ કાર્ગો વિલેજના નજીકના ભાગમાં લાગી છે. ફાયર સર્વિસ, બાંગ્લાદેશ એરફોર્સ અને એરપોર્ટ કર્મીઓ મીલીને આગ બુઝાવવાની કામગીરીમાં વ્યસ્ત છે. હાલ સુધી આગ લાગવાની ચોક્કસ કારણ અને નુકશાનની વિગત ઉપલબ્ધ નથી.