Thursday, Oct 23, 2025

તામિલનાડુમાં બાગમતી એક્સપ્રેસ માલગાડીસાથે ટક્કર, 3 લોકોના મોત, 20 ઘાયલ

2 Min Read

બિહારના દરભંગાથી મૈસૂર જઈ રહેલી બાગમતી એક્સપ્રેસ ચેન્નાઈ નજીક એક માલગાડી સાથે અથડાઈ હતી, ત્યારબાદ ટ્રેનમાં આગ લાગી હતી. આ ઘટના કાવરાઈપેટ્ટઈ રેલવે સ્ટેશન પાસે બની હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 12 ડબા પાટા પરથી ખડી પડ્યા હતા અને 3 લોકોના મોત લગભગ 20 મુસાફરો ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

મોટી ટ્રેન દુર્ઘટના : મૈસૂર-દરભંગા એક્સપ્રેસની માલગાડી સાથે ટક્કર, 12 ડબા ખડી પડ્યાં, 20 ઘાયલ 2 - image

મળતી માહિતી અનુસાર, તામિલનાડુના તિરુવલ્લુરમાં રાત્રે 8:50 વાગ્યે ટ્રેન નંબર 12578 મૈસૂર-દરભંગા એક્સપ્રેસ માલગાડી સાથે અથડાયા બાદ બે કોચમાં આગ અને ધુમાડો જોવા મળ્યો હતો. આ પછી ઘણા વધુ કોચ પાટા પરથી ઉતરી જવાના સમાચાર છે.

પ્રાથમિક માહિતી અનુસાર, સૂત્રોનું કહેવું છે કે આ અકસ્માતમાં માત્ર 10 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માલગાડીને વધુ નુકસાન થયું છે. NDRF અને SDRFના જવાનોને ઘટનાસ્થળે મોકલવામાં આવી રહ્યા છે. આ ટ્રેનમાં મોટી સંખ્યામાં બિહારના લોકો મુસાફરી કરતા હોવાની આશા છે, કારણ કે આ ટ્રેન મૈસૂરથી દરભંગા તરફ જઈ રહી હતી.

દુર્ઘટનાને જોતા ચેન્નાઈથી રાહત અને બચાવ ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. પેસેન્જર ટ્રેનના બે એસી કમ્પાર્ટમેન્ટમાં આગ લાગી છે, જેના કારણે તેને કાબૂમાં લેવાનું કામ ચાલી રહ્યું છે. એવી માહિતી પણ મળી રહી છે કે અકસ્માતનું કારણ સિગ્નલની ખરાબી હતી, જેના કારણે પેસેન્જર ટ્રેન ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી.

આ પણ વાંચો :-

Share This Article