ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઈવે પર અલકનંદા નદીમાંખાબકી, ૮ લોકોના મોત

Share this story

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં બદ્રીનાથ હાઈવે પર એક ગમખ્વાર માર્ગ પર અકસ્માત થયો હતો, હાઈવે પર જતો કે એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકતા ૮ લોકોના મોત થયા છે. અહેવાલો મુજબ ટ્રાવેલર વાહનમાં લગભગ ૨૩ મુસાફરો હતા. હાલ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને પોલીસની ટીમો બચાવ કામગીરી કરી રહી છે. કેટલાક લોકો ઘયાલ થયા છે, ટીમ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ ગઈ છે, રાહત-બચાવ કાર્ય ચાલુ છે.

આ ઘટનાની જાણ થતાં જ વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટના રુદ્રપ્રયાગ પહોંચ્યા પહેલા બની હતી. અહીં વાહન સીધું ઊંડી ખાઈમાં પડીને અલકનંદા નંદીમાં ખાબક્યું છે. વાહન નીચે પડતાની સાથે જ મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આજુબાજુના લોકોએ પોલીસને જાણ કરતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

સીએમ પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમ ધામીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે રુદ્રપ્રયાગમાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માત અંગે ખૂબ જ દર્દનાક સમાચાર મળ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોની આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.

આ પણ વાંચો :-