Monday, Dec 8, 2025

કોલકાતામાં દુષ્કર્મ-હત્યા કેસના વિરોધમાં બબાલ, પોલીસનો લાઠીચાર્જ

1 Min Read

પશ્ચિમ બંગાળનાં કોલકાતાની આર.જી.કર મેડિકલ કૉલેજમાં મહિલા ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ કરાયા બાદ હત્યાના વિરોધમાં દેશભરમાં રોષ ભભુક્યો છે. વિવિધ રાજ્યોમાં ડૉક્ટરો અને મેડિકલ કર્મચારીઓ ઘણા દિવસથી આંદોલન સાથે ભારે દેખાવો કરી રહ્યા છે, ત્યારે કોલકાતાનાં સાલ્ટલેક સ્થિત ફુટબૉલ સમર્થકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે.

VIDEO: કોલકાતામાં દુષ્કર્મ-હત્યા કેસના વિરોધમાં બબાલ, પોલીસનો લાઠીચાર્જ, અનેકને ઈજા 4 - image

ભારે દેખાવોને પગલે અગાઉ કોલકાતા પોલીસે આરજી કર મેડિકલ કૉલેજ એન્ડ હોસ્પિટલ પાસે કલમ 144 લાગુ કરી હતી. હવે કોલકાતા પોલીસ કમિશનરે બેલિયાઘાટના ઈએમ બાઈપાસ સ્થિત કલમ 163 (અગાઉ 144) નોટિસ જારી કરી દીધી છે, જેના કારણે પોલીસે સાલ્ટલેક સ્થિત યુવા ભારતી રમતના મેદાનમાં ઈસ્ટ બંગાળ અને મોહન બાગાનની યોજાનાર ડર્વી ફુટબોલ મેચ રદ કરી દીધી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બળે તે માટે પોલીસે આ નિર્ણય લીધો છે. વિધાનનગર કમિશ્નરેટનો દાવો કર્યો છે કે, સમર્થકોના દેખાવોમાં ભારે શોર-બકોરની આશંકા હતી, પરંતુ તેમ છતાં સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા અને વિરોધ કરવાનું શરૂ કર્યું હતું.. પોલીસે દેખાવકારોને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને સમર્થકોની ધરપકડ કરી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article