યોગગુરુ બાબા રામદેવને આજે સોમવારે ફરી એકવાર કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હવે દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સોશ્યિલ મીડિયા પરથી દાવો પાછો ખેંચવા કહ્યું છે જેમાં ‘કોરોનિલ’નો કોરોનાના ઈલાજ તરીકે પ્રચાર કરવામાં આવ્યો હતો. આ સાથે એલોપેથીની અસરને લઈને જે વાતો કહેવામાં આવી છે તે પણ પાછી લેવી પડશે. કોર્ટે તેમને 3 દિવસમાં આવું કરવા માટે કહ્યું છે.
કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે, જો બાબા રામદેવ ત્રણ દિવસની અંદર પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેને તાત્કાલિક હટાવી લે. બાબા રામદેવ, તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ વિરૂદ્ધ પણ યોગ ગુરુ રામદેવ સામે અનેક ડોક્ટરોના સંગઠનો દ્વારા કોરોનિલને કોરોના મહામારીનો ઈલાજ હોવાના દાવા પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
દિલ્હી મેડિકલ એસોસિએશન (DMA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે આ આદેશ આપ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, બાબા રામદેવની કંપનીએ કોરોનિલ કીટ વિશે ખોટા દાવા કર્યા હતા અને તેને કોરોના રોગનો ઈલાજ ગણાવ્યો હતો, જ્યારે તેને ઈમ્યુનિટી બૂસ્ટર તરીકેનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બાબા રામદેવનો દાવો કોરોનિલ સહિત તેના ઉત્પાદનોના વેચાણને વધારવા માટે ખોટો પ્રચાર અભિયાન અને માર્કેટિંગ વ્યૂહરચના છે.
અરજીમાં ડૉક્ટર સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે, રામદેવ દ્વારા પ્રોડકરના વેચાણને વધારવા માટે ખોટી માહિતી આપવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું, આ વ્યૂહરચનામાં, કોરોનિલને કોરોના રોગચાળા માટે વૈકલ્પિક સારવાર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :-