Thursday, Oct 23, 2025

સવારે ૧૧ કલાક સુધીમાં ૧૦ રાજ્યોમાં સરેરાશ ૨૪.૮૭% મતદાન

3 Min Read

લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં આજે સોમવારે ૧૩મે ના રોજ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સહિત ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૬ લોકસભા સીટો પર મતદાન શરું થઈ ગયું છે. આંધ્ર પ્રદેશની તમામ ૨૫ લોકસભા સાથે ૧૭૫ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન ચાલું છે. જે સાંજના છ વાગ્યા સુધી ચાલશે.

Bypolls underway for 10 seats across 5 states, 1 union territory; counting on June 26 - India Todayઆ તબક્કા દરમિયાન ૧ લાખ ૯૨ હજાર મતદાન મથકો પર ૧૭.૭ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે અને ૧૭૧૭ ઉમેદવારોમાંથી તેમની પસંદગીના પ્રતિનિધિની પસંદગી કરશે. આ કામ માટે ૧૯ લાખ મતદાન કાર્યકરો તૈનાત કરવામાં આવ્યા છે. કુલ મતદારોમાંથી ૮.૯૭ કરોડ પુરુષ અને ૮.૭૩ કરોડ મહિલા મતદારો છે. કુલ ૧૭.૭ કરોડ મતદારોમાંથી ૧૨.૪૯ લાખ ૮૫ વર્ષથી વધુ ઉંમરના છે. ચૂંટણી પર નજર રાખવા માટે ૩૬૪ નિરીક્ષકો અને ૪૬૬૧ ફ્લાઈંગ સ્ક્વોડ છે. આ સિવાય ૪૪૩૯ સ્ટેટિક સર્વેલન્સ ટીમો પણ મતવિસ્તારમાં રહેશે. દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત આ મતવિસ્તારોમાં ૧૦૧૬ આંતર-રાજ્ય સરહદ અને ૧૨૧ આંતર-રાષ્ટ્રીય સરહદી ચેકપોસ્ટ છે.

રાજ્ય 11 વાગ્યા સુધી મતદાન
આંધ્રપ્રદેશ 23.10%
બિહાર 22.54%
જમ્મુ-કાશ્મીર 14.94%
ઝારખંડ 27.40%
મધ્યપ્રદેશ 32.38%
મહારાષ્ટ્ર 17.51%
ઓડિશા 23.28%
તેલંગાણા 24.31%
ઉત્તરપ્રદેશ 27.12%
પ.બંગાળ 32.78%

અભિનેતા અલ્લુ અર્જુને મત આપીને કહ્યું કે, “કૃપા કરીને તમારો મત આપો. આ આપણા બધા માટે ખૂબ જ જવાબદાર દિવસ છે… હું જાણું છું કે તે મુશ્કેલ છે પરંતુ ચાલો થોડો પ્રયાસ કરીએ. આપણા ભવિષ્ય માટે આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે…” અભિનેતા જુનિયર એનટીઆરએ મત આપીને કહ્યું કે, “દરેક વ્યક્તિએ તેમના મતાધિકારનો ઉપયોગ કરવો પડશે. મને લાગે છે કે આ એક સારો સંદેશ છે જે આપણે ભાવિ પેઢીઓને આપવાનો છે.

પાંચ કિલોમીટર લાંબો રોડ શો બનારસ હિન્દુ યુનિવર્સિટીના ગેટ ઈન્ટરસેક્શનથી શરૂ થશે, જ્યાં PM BHU ના સ્થાપક ‘મહામના’ પંડિત મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે. રોડ શો કાશી વિશ્વનાથ ધામના ગેટ નંબર ૪ પર સમાપ્ત થશે. આ માટે જિલ્લા પ્રશાસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ અવસરની ઉજવણી કરવા માટે ઉત્તર પ્રદેશના પડોશી જિલ્લાઓમાંથી ભાજપના કાર્યકરો આવવા લાગ્યા છે. રોડ શો બાદ PM કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. આ પછી PM મોદી મંગળવારે સવારે ૧૧.૪૦ કલાકે ઉમેદવારી પત્ર ભરશે.

દરેક મતદાન મથક પર કેન્દ્રીય દળો તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે, જેથી નિષ્પક્ષ મતદાન થાય. તકેદારીના પગલાંમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે નિરીક્ષકો અને મોનિટરિંગ ટીમોની તૈનાતનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, દેશમાં પહેલા ત્રણ તબક્કામાં મતદાન થયું છે. પ્રથમ ત્રણ તબક્કામાં મતદાનની ટકાવારી અનુક્રમે ૬૬.૧૪%, ૬૬.૭૧% અને ૬૫૬૮% હતી.

આ પણ વાંચો :-

Share This Article