આજે તેલંગાણાની તમામ ૧૭ લોકસભા બેઠકો, આંધ્રપ્રદેશની તમામ ૨૫ બેઠકો, ઉત્તર પ્રદેશની ૧૩ બેઠકો, બિહારની પાંચ, ઝારખંડની ચાર, મધ્યપ્રદેશની આઠ, મહારાષ્ટ્રની ૧૧, ઓડિશાની ચાર, પશ્ચિમ બંગાળની આઠ અને જમ્મુ અને કાશ્મીરમાં એક બેઠક પર મતદાન થઇ રહ્યુ છે.| રાજ્ય | ૧ વાગ્યા સુધી મતદાન |
| આંધ્રપ્રદેશ | 40.26% |
| બિહાર | 34.44% |
| જમ્મુ-કાશ્મીર | 23.57% |
| ઝારખંડ | 43.80% |
| મધ્યપ્રદેશ | 48.52% |
| મહારાષ્ટ્ર | 23.85% |
| ઓડિશા | 39.30% |
| તેલંગાણા | 40.38% |
| ઉત્તરપ્રદેશ | 39.68% |
| પ.બંગાળ | 51.87% |
પ.બંગાળમાં મતદાન વચ્ચે પણ હિંસાના અહેવાલ આવવા કોઈ નવાઈની વાત નથી. ત્યાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો તથા ભાજપના કાર્યકરો વચ્ચે રાજકીય માહોલ ગરમાતો જોવા મળતો જ રહે છે. તાજેતરની ઘટનામાં ગઈકાલે મતદાનની પૂર્વ સંધ્યાએ ફરી એકવાર હિંસાના અહેવાલ સામે આવ્યા. જેમાં બોલપુરના કેતુગ્રામ ખાતે મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ થયા બાદ ઘરેે જઈ રહેલાં એક તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર પર દેશી બોમ્બ વડે હુમલો કરાયાની ઘટના બની હતી. જેમાં તેનું મોત નીપજતાં રાજકીય માહોલ ફરી ગરમાયો છે.
આંધ્રપ્રદેશની તમામ ૨૫ બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન શરૂ થતાની સાથે જ પોલિંગ બૂથ પર બબાલના અહેવાલ સામે આવ્યા. જેમાં YCP કાર્યકરો પર માચેરલામાં TDP બૂથ એજન્ટો પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. હુમલામાં બે એજન્ટોને માથામાં ઈજા થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. TDPએ YSRCP નેતા રામચંદ્ર રેડ્ડી પર ૭ પોલિંગ બૂથ એજન્ટોના અપહરણ અને કેદ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો :-