Saturday, Mar 21, 2026

૦૫ ઓગસ્ટ, ૨૦૨૪/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને સોમવારના દિવસે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

3 Min Read

મેષઃ

મકકમ મનોબળ કાર્યમાં સફળતા મળતી જણાય, પરિણામે આવકનું પ્રમાણ પણ વધવા પામે. બેંક બેલેન્સ વધતું જણાય. અગત્યના નાણાંકીય વ્યવહારો, રોકાણો બપોર સુધી કરી દેવા. ત્યારબાદ દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ

આવક જળવાય. મોજશોખનું પ્રમાણ વધતું જણાય. નાના ભાઇ બહેન સાથે મતભેદની શકયતા. કાર્યક્ષેત્રે બપોર સુધી સફળતા. બપોરબાદ સંઘર્ષ દામ્પત્ય જીવન માં આનંદ વર્તાય. નોકરી ધંધા ક્ષેત્રે પ્રગતિ થતી જણાય.

મિથુનઃ

સરળ અને ‌સિધ્ધાંત વાદી વલણ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. અગત્યના નાંણાકીય વ્યવહારોમાં સાવધાની જરૂરી. પરિવારમાં થોડી ઉગ્રતા રહે. માતાની ‌તબિયત અંગે સાવચેતી રાખવી. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકાય.

કર્કઃ

બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાય. ત્યારબાદ ચિંતાનું વાતાવરણ પેદા થતું જણાય. આર્થિક બાબતો માં લાભ. આવકનું પ્રમાણ જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. નોકરી ધંધામાં ભાગ્યનો સાથ મળી રહે.

સિંહઃ

આવક ખર્ચનું પાસું સરભર થતું જણાય. પરિવારમાં સ્નેહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ. સ્થાવર-જંગમ મિલકતથા લાભ મળતો જણાય. સંતાન અંગેના પ્રશ્ન નો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

કન્યાઃ

સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય. એનું ધ્યાન રાખવું. આવકનું પ્રમાણ જળવાશે, પરંતું બપોરબાદ નાણાં ફસાઇ જવાની શક્યતા છે. સોબતથી સાચવવું નોકરી માં શાંતિ તથા ધંધામાં પ્રગતિ.

તુલાઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. ખોટા ખર્ચા ટાળવા. નાના ભાઇ બહેન સાથે મતભેદ ની શકયતા. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. આરોગ્ય સારૂ રહેશે. ધામિક પ્રવાસ, પ્રસંગનું આયોજન થાય.

વૃશ્ચિકઃ

આત્મવિશ્વાસ વધતો જણાય. ભાગ્યનો સથવારે આવકમાં વૃધ્ધિ થતી જણાય. પરિવારમાં આનંદ નું વાતાવરણ રહે. સંતાન સાથે મતભેદ ટાળવા. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ જણાય.

ધનઃ

માનસિક રીતે અસંતોષ રહે. નિર્ણય લેવામાં ભુલ થતી જણાય. આવકમાં ખાસ વધારો જણાતો નથી. નવા રોકાણો સાવધાની પૂર્વક કરવા. મહત્વના નિર્ણયો મુલતવી રાખવી. તાવ-શરદી-ખાંસી થી સાચવવું.

મકરઃ

આત્મવિશ્વાસ તથાા ખંતમાં વૃધ્ધિ થતી જણાય. યોગ્ય ખર્ચ કરવાનું આયોજન સરળ બનશે. ઓઇ‍લ, કેરોસીન, ધાતુને લગતા ધંધામાં લાભ. નર્સીગના ક્ષેત્રે નોકરી કરતી બહેનોને પ્રગતિ આંખની કાળજી રાખવી જરૂરી.

કુંભઃ

માનસિક વ્યગ્રતા રહે. નાણાંનો બગાડ અટકાવવો. ધંધાર્થીઓને પૈસા ફસાઇ જવાના યોગ છે. આથી નાણાં ઉધાર ઉછીના આપવા નહીં, રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય સાચવવું.

મીનઃ

પોતે સાચા અને બીજા ખોટા એવી વૃતિ પ્રબળ બનતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ રહે. સંતાન સુખમાં વૃધ્ધિ થતી જણાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. પત્નિ સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થય સારૂ રહેશે.

Share This Article