Thursday, Oct 23, 2025

સુરતમાં સામૂહિક હત્યાનો પ્રયાસ, પત્ની અને બાળકનું મોત, જાણો સમગ્ર બાબત ?

2 Min Read

સુરતમાં સામૂહિક હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે. પારિવારીક મન દુ:ખમાં ખૂની ખેલ ખેયાલો છે. સગા દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળક પર હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ બનાવમાં પત્ની અને બાળકનું મોત થયું છે.

સરથાણા વિસ્તારમાં પોતાના જ પરિવારની સામૂહિક હત્યાનો પ્રયાસ થયો છે. યુવકે તેના માતા અને પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા હતા. યુવકે પોતાને પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું હતુ. સ્મિત જીયાણી નામના યુવકે પરિવારજનોની હત્યા કરી. ઘટનામાં પત્ની અને બાળકનું મોત થયું. માતા, પિતા અને યુવક હાલ સારવાર હેઠળ છે. પરિવારમાં આંતરીક કલેહને કારણે બની ઘટના. જીયાણી પરિવાર મુળ અમરેલીના સાવરકુંડલાના રહેવાસી છે.

હાલમાં સ્થાનિક રહીશો પાસેથી મળતી માહિતી અનુસાર પારિવારિક મનદુ:ખના કારણે ઘરમાં માથાકૂટ અને કંકાસ ચાલતો હતો. જેને લઇને સ્મિતે તણાવમાં હતો અને જેના લીધે આ ઘટનાનો અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જ્યારે પરિવારમાં અંદરો અંદર મન દુઃખ હોવાથી બબાલ ચાલતી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઈ સ્મિત દ્વારા ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત સામે આવી રહી છે. નોંધનીય છે કે, પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી છે.

આ પણ વાંચો :-

Share This Article