સુરક્ષા દળોએ સંસદની સુરક્ષામાં ભંગ કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. મળતી જાણકારી મુજબ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને સંસદ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ મજૂરોને પકડયા છે. ત્રણેય વિરુદ્ધ બનાવટી અને છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.
બાદમાં સામે આવ્યું કે આ ત્રણ લોકો ત્યાં કામ કરનાર મજૂર છે. આરોપીઓની ઓળખ હાપુડ નિવાસી કાસિમ, સોએબ અને અમરોહા નિવાસી મોનિસ તરીકે કરવામાં આવી છે. ત્રણેયની ઉંમર લગભગ ૧૮ વર્ષ છે અને તે સંસદ ભવનમાં એક કોન્ટ્રાક્ટર શાહનવાઝ આલમ હેઠળ કામ કરી રહ્યાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેયની પાસે કેઝ્યુઅલ એન્ટ્રી પાસ હતાં.
મીડિયા રિપોર્ટ મુજબ સંસદ ભવનના પ્રવેશદ્વાર પર સુરક્ષા અને તેમના ઓળખ કાર્ડની તપાસ દરમિયાન CISFના જવાનો દ્વારા ત્રણ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્રણેય પોતપોતાના આધાર કાર્ડ બતાવીને સંસદ ભવન સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે CISFના જવાનોને આ તમામના આધાર કાર્ડ અંગે શંકા ગઈ ત્યારે તરત જ ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તે દસ્તાવેજો નકલી હોવાનું જણાયું હતું. હાલમાં જ સીઆરપીએફ અને દિલ્હી પોલીસની ટુકડીની જગ્યાએ સીઆઈએસએફને સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.
મામલો સંસદની સુરક્ષા સાથે જોડાયેલો હોવાના કારણે લોકલ પોલીસ સિવાય અન્ય સુરક્ષા એજન્સીઓએ પણ આરોપીઓની પૂછપરછ કરી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું કે ત્રણેય મજૂર છે. એકની પાસે આઈડી નથી તો તેણે અન્ય સાથી મજૂરના આધાર કાર્ડ સાથે છેડછાડ કરીને તેને પોતાના માટે ઉપયોગ કર્યો.
આ પણ વાંચો :-