બાંગ્લાદેશમાં ચાલી રહેલી ઈસ્લામિક કટ્ટરવાદી હિંસાને કારણે પોલીસ પણ અસુરક્ષિત અનુભવી રહી છે. હિંસક ટોળાં દેશભરના પોલીસ સ્ટેશનોને પસંદગીપૂર્વક નિશાન બનાવી રહ્યા છે. બાંગ્લાદેશમાં લગભગ 30 પોલીસ સ્ટેશનોમાં તોડફોડ અને આગચંપી થઈ છે. રાજધાની ઢાકામાં પોલીસ અને તોફાનીઓ વચ્ચેની અથડામણમાં એક જ દિવસમાં ડઝનબંધ લોકો માર્યા ગયા છે. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનની સાથે જ પોલીસ વડાને હટાવીને નવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં હિંસક ટોળાંએ લગભગ 400 પોલીસ સ્ટેશનો પર હુમલો થઈ છે.
દેશના ઘણા પોલીસ સ્ટેશનોમાં કોઈ પોલીસ કર્મચારી નથી કારણ કે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મોટાભાગના પોલીસોએ સુરક્ષિત સ્થળોએ આશરો લીધો છે. ઢાકા ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે અવામી લીગની અગાઉની સરકારના નજીકના ગણાતા મોટાભાગના વરિષ્ઠ અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. લગભગ 400 પોલીસ સ્ટેશનોએ હિંસક ટોળાના હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો જેમાં હથિયારો અને દારૂગોળો લૂંટવામાં આવ્યો હતો અને ઇમારતોને આગ લગાડવામાં આવી હતી.
બાંગ્લાદેશમાં દરેક જગ્યાએ પોલીસ સ્ટેશનો પર હુમલા થઈ રહ્યા છે. બાંગ્લાદેશી મીડિયા અનુસાર, ઓછામાં ઓછા ૨૯ પોલીસ સ્ટેશનો સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે. અહીંનો સામાન અને દારૂગોળો લૂંટવામાં આવ્યો છે અને આગચંપી પણ કરવામાં આવી છે. આ સિવાય અનેક પોલીસ સ્ટેશનોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. રાજધાની ઢાકા ઉપરાંત મીરપુર, ખુલના અને ચટ્ટોગ્રામ જેવા શહેરોમાં પણ પોલીસકર્મીઓ વિરુદ્ધ હિંસા થઈ છે. અહેવાલો કહે છે કે સોમવારે સત્તા પરિવર્તનથી ઓછામાં ઓછા ૫૦ પોલીસકર્મીઓ માર્યા ગયા છે.
દેશના મોટાભાગના પોલીસ સ્ટેશન ખાલી પડ્યા છે અને પોલીસકર્મીઓ તેમની સુરક્ષા માટે ભાગી ગયા છે. મોટાભાગના તેમના સંબંધીઓ સાથે છુપાયેલા છે. બાંગ્લાદેશ પોલીસનું હેડક્વાર્ટર પણ ઇસ્લામિક ટોળાના હુમલાથી અછૂત રહ્યું નથી. આ પણ હુમલાખોરો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. ઇસ્લામિક કટ્ટરપંથીઓ પોલીસ પાસેથી બદલો લેવા માંગે છે કારણ કે શેખ હસીનાના શાસન દરમિયાન પોલીસે તેમના રમખાણો રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઢાકાનું જાત્રાબારી સ્ટેશન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું જ્યારે મીરપુરમાંથી શષાો લૂંટવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ પોલીસ સ્ટેશનની બહાર પોલીસકર્મીઓના મળતદેહો મળી આવ્યા છે.
ઢાકાના સાવર વિસ્તારમાં પોલીસ સાથેની અથડામણમાં ૩૧ લોકો માર્યા ગયા છે. અહીં પીકઅપમાં મુસાફરી કરી રહેલા બે લોકો દાઝી ગયા હતા, તેઓ કદાચ પોલીસકર્મી હતા. આ હિંસા દરમિયાન ગોળીબારના કારણે અનેક સામાન્ય લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. સિલ્હટમાં ત્રણ પોલીસકર્મીઓના પણ મોત થયા છે. અહેવાલ છે કે શેખ હસીનાએ દેશ છોડ્યા પછી પણ લગભગ ૧૦૦ લોકોના મોત થયા હતા. પોલીસ ઉપરાંત ઇસ્લામિક કટ્ટરપંથીઓ પણ સામાન્ય લોકોની હત્યા કરી રહ્યા છે. ઢાકામાં જ બે લોકોની હત્યા કરવામાં આવી હતી અને તેમના મળતદેહ લટકાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-