વિશ્વ વિખ્યાત પેન્ટીંગ મોનાલિસા પર હુમલો : મહિલાના વેશમાં આવેલા શખ્સે આ કારણે કરી રહ્યો છે વિરોધ

Share this story
  • વિશ્વ વિખ્યાત પેન્ટીંગ મોનાલિસા પર હુમલો પર ફ્રાંસની રાજધાની પેરિસમાં એક દર્શકે હુમલો કરી દીધો છે.

દુનિયાનું સૌથી રહસ્યમય, મોંધુ અને ચર્ચિત તસ્વીર મોનાલિસા (Mona Lisa) પર ફ્રાંસની રાજધાની પેરિસમાં (Paris, the capital of France) એક દર્શકે હુમલો કરી દીધો છે. હુમલાખોરે આ પેટીંગને પહેલા કેકથી લીપી નાખ્યું અને ત્યાર બાદ આ તસ્વીરને સુરક્ષિત રાખવા માટે લગાવેલા કાચ તોડવાની કોશિશ કરી હતી. આ અચાનક થયેલા હુમલામાં પેન્ટીંગને કોઈ નુકસાન થયું નથી. કહેવાય છે એ કે પર્યાવરણના નામ પર પબ્લિસિટી સ્ટંટ કરવા માટે આરોપીએ આ હુમલો કર્યો હતો.

આરોપીની ઓળખાણ થઈ શકી નથી :

પેરિસની ફરિયાદીની ઓફિસે જણાવ્યું હતું કે, સોમવારે એક 36 વર્ષિય વ્યક્તિને રવિવારે થયેલી આ ઘટનામાં ધરપકડ કરવામાં આવ્યો છે. તેને પોલીસે મનોરોગ યુનિટ પાસે મોકલી દીધો છે. સાંસ્કૃતિક કલાકૃતિને નુકસાન પહોંચાડવાના આરોપમાં તપાસ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ વગ પહેરીને વ્હીલ ચેર પર બેસીને ત્યાં આવે છે અને તેના લિપસ્ટિક લગાવી રાખી છે.

લોકો ધરતીને બરબાદ કરવાની પ્રક્રિયામાં લાગેલા છે :

આરોપી વ્યક્તિએ મ્યૂઝિમયની ગેલરીમાં ગુલાના ફુલ પણ ફેંક્યા હતા. આરોપીની ઓળખાણ હજૂ સુધી થઈ શકી નથી. હુમલાખોર પહેલા પોતાની જાતને એક વૃદ્ધ મહિલા દેખાડવાની કોશિશ કરી અને બાદમાં અચાનક વ્હિલચેર પર ઉભો થઈ ગયો. ત્યાર બાદ તેણે મોનાલિસાની બુલેટપ્રુફ તસ્વીર પર હુમલો કરી દીધો. તેણે તસ્વીર પર કેક પણ લીપી નાખ્યો. હુમલાખોરનું કહેવુ છે કે, તે પર્યાવરણ કાર્યકર્તા છે અને વિરોધ સ્વરૂપે તેણે આવું કામ કર્યું હતું.

અગાઉ પણ આવી ઘટના બની ચુકી છે :

વિશ્વ વિખ્યાત પેન્ટીંગ મોનાલિસા પર હુમલો બાદ હુમલાખોરે કહ્યું કે, ધરતી વિશે વિચારો. લોકો આ ધરતીને બરબાદ કરવા બેઠા છે. કલાકાર ધરતી વિશે વિચારે છે અને તેના કારણે જ મેં આવું કર્યું. ધરતી વિશે વિચારો. આપને જણાવી દઈએ કે, આ પેન્ટીંગ લગભગ 500 વર્ષ પહેલા ખ્યાતનામ પેન્ટર લિઓનાર્દો દ વિન્ચીએ બનાવ્યું હતું. વિન્ચીએ આ પેન્ટીંગ વર્ષ 1503માં બનાવાનું શરૂ કર્યું અને 14 વર્ષ બાદ પેન્ટીંગ બનીને તૈયાર થયું હતું. આ અગાઉ પણ મોનાલિસાની પેન્ટીંગ પર હુમલા થઈ ચુક્યા છે. એટલું જ નહીીં 1911માં તો આ પેન્ટીંગ એક કર્માચારી દ્વારા ચોરી પણ થઈ ગયું હતું.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો