યૌન શોષણ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી એકવાર 17 દિવસની પેરોલ મળી છે. કોર્ટે આસારામને 15 દિવસની સારવાર અને 2 દિવસની મુસાફરીની છૂટ આપી છે. આ દરમિયાન તેઓ તેમની સારવાર માટે મહારાષ્ટ્ર જશે. માહિતી પ્રમાણે આસારામ મહારાષ્ટ્રની માધવબાગ હૉસ્પિટલમાં સારવાર માટે જઈ શકે છે. હાલમાં તેમની સારવાર જોધપુરની આરોગ્ય હૉસ્પિટલમાં ચાલી રહી છે.

પેરોલ મળ્યા બાદ આસારામ બાપુ ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત થઈને પુણે જવા રવાના થશે. આ પહેલીવાર નથી જ્યારે આસારામ બાપુને સારવાર માટે પેરોલ આપવામાં આવ્યો હોય. આ પહેલા પણ તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને મેડિકલ સુવિધાઓ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આસારામ બાપુને 2018માં સગીર વયના યૌન શોષણના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને હાલમાં તે જોધપુર જેલમાં બંધ છે. પેરોલના સમાચાર આવ્યા બાદ તેના પર અનેક ચર્ચાઓ થઈ રહી હતી.
આ પણ વાંચો :-