Thursday, Dec 11, 2025

નવા ક્રિમિનલ કાયદા લાગુ થતાં જ કોંગ્રેસનો વિરોધ, જાણો મલ્લિકાર્જુન ખડગે કહ્યું ?

1 Min Read

દેશભરમાં આજથી અમલમાં આવેલા ત્રણ ફોજદારી કાયદાઓને લઇને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે સાંસદોને સસ્પેન્ડ કરીને ફોજદારી કાયદાઓ બળજબરીથી પસાર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ઇન્ડી ગઠબંધન સંસદીય પ્રણાલી પર બુલડોઝર જસ્ટિસ નહિ ચાલવા દે. કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે આ દિવસોમાં પીએમ મોદી અને ભાજપના લોકો બંધારણનું સન્માન કરવાનું નાટક કરી રહ્યા છે.

ભારતીય ચૂંટણીમાં રાજનીતિક અને નૈતિક ઝટકા પછી મોદીજી અને ભાજપ બંધારણનો આદર કરવાનો ખૂબ દેખાડો કરી રહ્યા છે, પણ સત્ય તો એ છે કે જે અપરાધિક ન્યાય પ્રણાલીના ત્રણ કાયદા લાગુ થઈ રહ્યા છે. એ ૧૪૬ સાંસદોને સસ્પેન્ડ કરીને જબરદસ્તી પસાર કરવામાં આવ્યા છે. ઇન્ડિયા હવે એ બુલડોઝર ન્યાય સંસદીય પ્રણાલી પર નહીં ચાલવા દે, એમ કોંગ્રેસઅધ્યક્ષ ખડગેએ કહ્યું હતું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિંદબરમે ત્રણ નવા અપરાધિક કાયદાઓના લાગુ થવા દરમ્યાન સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે એ હાલના કાયદાઓને ધ્વસ્ત કરવા અને એને સ્થાને વિના પર્યાપ્ત ચર્ચા અને વિચારવિમર્શ ત્રણ નવા કાયદાઓ લઈને આવવાનું એક વધુ ઉદાહરણ છે.

આ પણ વાંચો :-

Share This Article