દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શરાબ નીતિ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટમાંથી ગુરુવારે મળેલા જામીન પર હાઈકોર્ટે આજે શુક્રવારે રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે કેસની સુનાવણી સુધી જામીન પર સ્ટે મુક્યો છે. અરવિંદ કેજરીવાલને જામીન પર છોડવાના રાઉઝ એવન્યુ કોર્ટના આદેશને EDએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. EDએ તેના SLPમાં કહ્યું હતું કે, તપાસના મહત્ત્વના તબક્કે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસને અસર થશે કારણ કે કેજરીવાલ મુખ્યમંત્રી જેવા મહત્ત્વપૂર્ણ પદ પર છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ દિલ્હી એક્સાઇઝ પોલિસી મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને જામીન આપવાના ટ્રાયલ કોર્ટના આદેશ સામે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. દિલ્હી હાઈકોર્ટ ED ની અરજી પર જલ્દી સુનાવણી કરવા સંમત થઈ છે. ED વતી એએસજી એસવી રાજુ દિલ્હી હાઈકોર્ટમાં હાજર છે. ED એ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુધીર કુમાર જૈન અને જસ્ટિસ રવિન્દર દુડેજાની વેકેશન બેંચ સમક્ષ કેસની તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. અરવિંદ કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી દલીલ કરશે.
હાઈકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીની એ દલીલને ફગાવી દીધી, જેમાં કહેવામાં આવ્યું હતું કે “અરજી પર વહેલી સુનાવણીની જરૂર નથી.” આ દરમિયાન જસ્ટિસ સુધીર જૈને કહ્યું કે, “જ્યાં સુધી હાઈકોર્ટમાં સુનાવણી પેન્ડિંગ છે ત્યાં સુધી નીચલી કોર્ટનો આદેશ અસરકારક રહેશે નહીં.” હકીકતમાં, કેજરીવાલને એક દિવસ પહેલા જ ગુરુવારે જ નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા હતા, જેની સામે આજે શુક્રવારે EDએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
કેજરીવાલની રિલીઝ પર પ્રતિબંધ બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, ‘મોદી સરકારની ગુંડાગીરી જુઓ. ટ્રાયલ કોર્ટનો આદેશ હજુ આવ્યો નથી. જ્યારે આદેશની નકલ પણ પ્રાપ્ત થઈ ન હતી, ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કયા આદેશને પડકારવા માટે હાઈકોર્ટમાં ગઈ હતી?
આ પણ વાંચો :-