દિલ્હી દારૂ કૌભાંડમાં CBIએ અરવિંદ કેજરીવાલની કરી ધરપકડ

Share this story

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. કેજરીવાલની ED બાદ હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કેજરીવાલ પર કથિત શરાબ કૌભાંડમાં તપાસ માટે ધરપકડ કરી છે. સીબીઆઈએ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરીને તેમની ધરપકડ કરવાની પરવાનગી માંગી હતી. કોર્ટે કેજરીવાલને પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી કોર્ટે એમ પણ જણાવ્યું કે, તેમને તે દસ્તાવેજો બતાવવામાં આવે જેના આધારે ધરપકડની માંગ કરવામાં આવી છે.

CBI arrest Arvind Kejriwal before Supreme court bail hearing

જણાવી દઈએ કે, દિલ્હી હાઈકોર્ટે મંગળવારે દારૂ નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સીએમ કેજરીવાલને જામીન આપવાના નીચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. કેજરીવાલના જામીન સામે EDએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જજ સુધીર કુમારે કહ્યું કે ટ્રાયલ કોર્ટ ED દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓની યોગ્ય રીતે કદર કરવામાં નિષ્ફળ રહી અને આમ આદમી પાર્ટીના નેતાની જામીન અરજીનો નિર્ણય કરતી વખતે શાંતિનો ઉપયોગ કર્યો ન હતો. હાઈકોર્ટે કહ્યું કે જામીનના આદેશ અંગે EDના વાંધાઓ પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે, એટલા માટે હાલ સ્ટે મૂકવામાં આવ્યો છે.

CBIની આ કાર્યવાહી પર આમ આદમી પાર્ટીએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે એવા સમયે જ્યારે અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની સંભાવના છે, ત્યારે મને વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ નકલી CBI કેસ નોંધશે અને તેમની ધરપકડ કરશે, એવું કાવતરું કરી રહ્યું છે.

આ પણ વાંચો :-