અરવિંદ કેજરીવાલ જામીન વધુ ૭ દિવસ વધારવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

Share this story

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત લિકર પોલિસી કેસમાં હાલમાં જ વચગાળાના જામીન પર છૂટયા છે. તેની જામીન મુદત પૂર્ણ થાય તે પહેલા જ પોતાની વચગાળાની જામીન દિવસમાં વધારવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, મુખ્યપ્રધાન કેજરીવાલે PET-CT સ્કેન સહિત જેવા બીજા અનેક ટેસ્ટ કરાવવાના હોવાથી, અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટ પાસે વધારાના ૭ દિવસનો સમય માંગ્યો છે.

મહત્ત્વપૂર્ણ છે કે દિલ્હી લીકર નીતિ કેસમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટે આ મહિનાની શરૂઆતમાં રાહત આપી હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે ૧ જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. કેજરીવાલની ૨૧ માર્ચે ED દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨માં કથિત ગેરરીતી સંબંધિત મની લૉન્ડરિંગ કેસ મામલે ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં EDએ ૨૧ માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. અગાઉ, EDએ તેમને આ કેસમાં પૂછપરછ માટે ૯ સમન્સ જારી કર્યા હતા. જો કે કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર થયા ન હતા. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો આરોપ છે કે, તે કૌભાંડના મુખ્ય ષડયંત્રકાર હતા અને દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં સીધા સંડોવાયેલા હતા. આ આરોપોને ફગાવી દેનાર AAP કહે છે કે, દિલ્હીમાં નેતૃત્વમાં કોઈ ફેરફાર થશે નહીં અને મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે.

આ પણ વાંચો :-