Thursday, Oct 30, 2025

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, આ વર્ષની ૧૦મી ઘટના

2 Min Read

અમેરિકામાં એક પછી એક ભારતીય વિદ્યાર્થીઓ કે ભારતીય મૂળના લોકોનો મોતનો સિલસિલો યથાવત છે. આ દરમિયાન અમેરિકાથી વધુ એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. અહીં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાના ઓહિયો શહેરમાં આ ઘટના બની હતી. આ મામલે ન્યુયોર્કમાં સંચાલિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું હતું કે તપાસ ચાલી રહી છે, મૃત્યુનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ભારતીય મૂળના લોકોના મૃત્યુનો આ સતત ૧૦મો કિસ્સો છે.

ટેબલ પર ચર્ચા: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે થશે 2+2 બેઠક, આ મુદ્દા પર ચર્ચા સંભવ | india and america will have an important two plus two meetingઆ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે. માર્ચની શરૂઆતમાં, ૨૫ વર્ષીય ભારતીય વિદ્યાર્થી યુએસના ક્લેવલેન્ડ વિસ્તારમાંથી ગુમ થઈ ગયો હતો, તેના દિવસો પછી પીડિતાના પરિવારને ખંડણીની માંગણી કરતો ફોન આવ્યો હતો. પરિવારે વિદેશ મંત્રાલયને તેમના પુત્રને શોધવા માટે વિનંતી કરી હતી.

કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે મૃતક વિદ્યાર્થીના પરિવારને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી છે, જ્યારે વિદ્યાર્થીના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, ઓહાયોના ક્લેવલેન્ડમાં ભારતીય વિદ્યાર્થી ઉમા સત્ય સાઈના કમનસીબ મૃત્યુથી ખૂબ જ દુઃખી છું.

ભારતીય વાણિજ્ય દૂતાવાસના અહેવાલ અનુસાર આ વિદ્યાર્થીનું નામ ઉમા સત્ય સાઈ ગડ્ડે છે. તે ઓહાયોના ક્લિવલેન્ડમાં અભ્યાસ કરી રહ્યો હતો. ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું કે અમે પીડિતના પરિવાર સાથે સતત સંપર્કમાં છીએ. અમારી સહાનુભૂતિ તેમની સાથે છે. આ મામલે તેમને તમામ સપોર્ટ કરવામાં આવશે અને વિદ્યાર્થીના મૃતદેહને ભારત પહોંચાડવામાં તમામ મદદ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

Share This Article