Saturday, Oct 25, 2025

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં વધુ એક ગુજરાતીની હત્યા, આરોપીની ધરપકડ

1 Min Read

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકા, યુરોપ હોય કે પછી ઓસ્ટ્રેલિયા, સતત હત્યાની ઘટનાની સામે આવતી રહે છે. આ કડીમાં વધુ એક દુઃખદ ઘટના ઓસ્ટ્રેલિયામાંથી સામે આવી છે, અહીં ગુજરાતી યુવાનની હત્યા થઇ છે. જોકે, હત્યા કયા કારણોસર થઇ તે અંગે કોઇ માહિતી સામે આવી નથી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, ગંભીર ઈજાઓને કારણે મિહિરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

માહિતી પ્રમાણે, નવસારીના બીલીમોરાના યુવકની ઓસ્ટ્રેલિયામાં હત્યા કરાઇ છે. મેલબોર્નના બરવૂડમાં રહેતા મિહિર દેસાઈ નામના યુવાનની ચપ્પૂના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ મેલબોર્ન પોલીસે ઘરમાંથી એક 42 વર્ષીય યુવકની અટકાયત કરી હતી. જોકે, તપાસમાં હુમલાખોર વ્યકિત ગુજરાતી મૂળનો જ હોવાનું સામે આવ્યુ છે. કહેવાઇ રહ્યું છે કે, આ બન્ને યુવાનો એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ હતા. મિહિર દેસાઈની હત્યાના પગલે હાલમાં ગુજરાતમાં વતન બીલીમોરામાં શોકનો માહોલ છવાયો છે. મેલબોર્ન પોલીસ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

Share This Article