અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો હતો. મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ટેનેસીના લિવિસબર્ગમાં બનેલી આ ઘટનામાં મોતને ભેટેલા ગુજરાતી યુવકની ઓળખ પરેશ પટેલ (ઉ.વ.30) તરીકે થઈ હતી. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતો હતો ત્યારે લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરે આડેધડ ફાયરિંગ કરતાં તે ત્યાં જ ઢળી પડ્યો હતો. હાલ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.