Wednesday, Oct 29, 2025

અંકલેશ્વરમાં ડ્રગ્સનું ઉત્પાદન કરતી વધુ એક કંપની ઝડપાઈ

2 Min Read

ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર રોકાવવાનું નામ લેતો નથી. અંકલેશ્વર જીઆઇડીસીમાંથી આવેલા અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. અંકલેશ્વરની જીઆઈડીસીમાં આવેલી Aavsar enterpriseમાંથી 14.10 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જ્યારે અન્ય 427 કિલો ડ્રગ્સના જથ્થાને ચકાસણી માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં કંપની સંચાલક સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

અંકલેશ્વર GIDCમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. સુરત અને ભરૂચ પોલીસે 20 ઓક્ટોબરની મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અવસર એન્ટરપ્રાઇઝમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે 14.10 લાખનું 141 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું છે. પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહિત અન્ય 2 આરોપીની પણ ધરપકડ કરી છે. જ્યારે કંપનીનો માલિક વિદેશમાં હોવાની જાણકારી મળી છે. અંકલેશ્વર GIDCમાંથી 13મી ઓક્ટબરે આવકાર ડ્રગ્સ નામની ફેક્ટરીમાંથી 5,000 કરોડનું 518 કિલો કોકેન ઝડપાયું હતું. ત્યારે હવે આવકાર ફેક્ટરીથી માત્ર દોઢ કિલોમીટર દૂર અવસર ફેક્ટરીમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અંકલેશ્વરની જે ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા છે ત્યાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ કેમિકલનો જથ્થો પોલીસને મળી આવ્યો છે. ત્યારે આ શંકાસ્પદ કેમિકલની તપાસ માટે ફેક્ટરી ખાતે એફએસએલની ટીમને બોલાવાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. એફએસએલની તપાસમાં જો આ શંકાસ્પદ કેમિકલ ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ થશે તો પકડાયે ડ્રગ્સના જથ્થા નો આ આંકડો એક હજાર કરોડ રૂપિયાથી વધુ પહોંચી જશે.

આ પણ વાંચો :-

Share This Article