અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ચાર વર્ષના બાળકને HMPV વાયરસ કેસ પોઝિટિવ આવતા સારવાર અર્થે થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાળકને તાવ, શરદી, કફ અને ઉલટી થઇ હતી. 13 જાન્યુઆરીના રોજ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી.

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ચાર વર્ષીય બાળકનો 13 જાન્યુઆરીએ HMPVનો પોઝિટિવ રિપોર્ટ આવતા તેને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બાળકની કોઈ ટ્રાવેલ હિસોટ્રી મળી નથી. હાલ તેની સારવાર ચાલી રહી છે.
આ વાઈરસને હ્યુમન મેટાપ્યુમો વાઈરસ અથવા HMPV વાઈરસ કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોયછે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
આ પણ વાંચો :-